ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મીકેનીકલ સાઈડની જુદી જુદી કક્ષાઓની જાહેરાત અન્વયે ઉમેદવારોને ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની કામચલાઉ મેરીટયાદી
GSRTC Provisional O.M.R. Merit List for 4 Mechanic Post.
નિગમની મીકેનીકલ સાઈડની જુદી જુદી કક્ષાઓની જાહેરાત ક્રમાંકઃ GSRTC/201920/34 આર્ટ એ મીકેનીક, GSRTC/201920/43 આર્ટ સી બોડીફીટર, GSRTC/201920/45 આર્ટ સી ઇલેકટ્રીશીયન તથા GSRTC/201920/47 હેલ્પર કક્ષામાં જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તા.૨૩/૭/૨૦૧૯ થી તા.રર/૮/૨૦૧૯ સુધી ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ.સદરહુ કક્ષાઓની જાહેરાતમાં પ્રસિધ્ધ કરાયેલ જગ્યાઓમાં ફેરફાર થતા તા.૩૦/૪/૨૦૧૧ ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર સુધારા જાહેરાતો પ્રસિધ્ધ કરવામાં આવેલ જે ધ્યાને લઈ ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે બોલાવવાપાત્ર નીચે મુજબના ઉમેદવારોની કામચલાઉ મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે.
ઉપરોકત કક્ષાઓની બનાવવામાં આવેલ આ કામચલાઉ મેરીટયાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી.
નિગમ દ્વારા જણાવ્યા બાદ જ પાત્ર થયેલ ઉમેદવારોને ઓ.એમ.આર. પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ઉપરોકત કક્ષાઓની બનાવવામાં આવેલ કેટેગરીવાઈઝ કટ ઓફ માર્કસ તથા મેરીટ ગણવાની પધ્ધતિ તા.૩૧/૫/૨૦૨૧ ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર અલગથી મુકવામાં આવેલ છે.
નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર મુકવામાં આવેલ જે તે કક્ષાની મેરીટ ગણવાની પધ્ધતિ મુજબ દરેક ઉમેદવારે પોતાનું મેરીટ ગણવાનું રહેશે. જો તેવા ઉમેદવારનું મેરીટ કટ ઓફ મેરીટ જેટલું અથવા તો તેના કરતા વધુ મેરીટ બનતું હોય અને તેઓના નામ આ કામચલાઉ મેરીટયાદીમાં ન હોય તે તેવા ઉમેદવારને વાંધો હોયતો આ કામચલાઉ મેરીટ પ્રસિધ્ધ થયા તારીખથી દિન-૭ માં કચેરીની ઈ મેઈલ આઈડી ઉપર વાંધા તેના પુરાવા સહિત મોકલી આપવાના રહેશે. ત્યારબાદ કોઈપણ ઉમેદવારના વાંધા સ્વીકારવામાં આવશે નહિ.
વધુ માહિતી માટે https://gsrtc.in/site/downloads/innerPages/recruitment.html
Important Link:
Click Here to Download list
Merit Calculation Method and Catt off Merit Marks for 4 Mechanic Post. : Click Here
GSRTC Provisional O.M.R. Merit List for 4 Mechanic Post.