HMAT Exam Notification 2021

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા “આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)-૨૦૨૧ જાહેરનામું”

રજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક આચાર્ય અભિરૂચિ કસોટી યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે. રજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આચાર્ય અભિરૂચિ કસોટી-૨૦૨૧ (Head Masters Aptitude Test (HMAT)-2021 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ કેન્દ્રો ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.

Head Masters Aptitude Test (HMAT)-2021 નો કાર્યક્રમ:

  • જાહેરનામું બહાર પાડ્યાની તારીખ: 21-06-2021
  • વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ: 22-06-2021
  • ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો: 19-07-2021 થી 31-07-2021
  • નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો: 19-07-2021 થી 01-08-2021
ખાસ નોંધ: આ અંગે તમામ સુચનાઓ માટે SEB ની વેબસાઇટ સતત જોતા રહેવા જણાવવામાં આવે છે.

IMPORTANT LINKS;

ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો. 

શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો:

રજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત કરેલ અને તેમાં વખતોવખત થતા સુધારા-વધારા મુજબની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને અન્ય જોગવાઇ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ આ કસોટીમાં ઉપસ્થિત થઇ શકશે. 
  • કોઇ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઇ વિષયમાં અનુસ્નાતક સાથે બી.એડ અથવા માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઇ વિષયમાં સ્નાતક સાથે એમ.એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને નોંધાયેલ ગ્રાન્ટ-ઇન-એઇડ/સરકારી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળામાં નિયમાનુસાર નિમણૂક મેળવ્યા બાદનો શીખવવાનો/નિરીક્ષણનો ઓછામાં ઓછો કુલ ૭ (સાત) વર્ષનો અનુભવ ધરાવતી હોય. 
          (અથવા) 
  • કોઇ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઇ વિષયમાં સ્નાતક સાથે બી.એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટ-ઇન-એઇડ/સરકારી માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં નિયમાનુસાર નિમણૂક મેળવ્યા બાદનો શીખવવાનો/નિરીક્ષણનો ઓછામાં ઓછો કુલ ૧૦ (દસ) વર્ષનો અનુભવ ધરાવતી હોય.
જ્યારે ભરતી કરવાની થશે ત્યારે શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ અંગેની વધુ વિગત માટે કૃપા કરીને નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન અભ્યાસ કરો.

કસોટીનું માળખુ:

  • આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપની (Multiple Choice Question Based-MCQs) OMR આધારીત રહેશે.
  • આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧ માં ૧૦૦ પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨ માં ૧૦૦ પ્રશ્નો રહેશે.
  • આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી ૨૦૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનીટનો રહેશે.
  • આ કસોટીના બંન્ને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક
  • જ પ્રશ્નપત્ર રહેશે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ
  • પસંદ કરવાનો રહેશે.

અગત્યની સુચનાઓ:

1. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે.
2. ઓનલાઇન અરજીપત્રકમાં દર્શાવેલ અનુભવ/લાયકાત ની વિગતોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા તા:૦૭/૦૭/૨૦૦૧ થી તા:૧૫/૦૭/૨૦૧૧ દરમ્યાન થનારા હોય ઉમેદવારોએ ઓનલાઇન દર્શાવેલ અનુભવ/લાયકાત અંગેના અસલ દસ્તાવેજો સાથે તેઓ જે જિલ્લામાં શિક્ષક હોય તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે.
3. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના અંતે ઓનલાઇન એપ્રૂવ થયેલ ઉમેદવારો જ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર આ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે.
4. ઉમેદવારે પોતાની વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગત કાળજી પૂર્વક
ભરવી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા કરવામાં આવતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમ્યાન ખોટી/અપૂરતી વિગતોને કારણે ઉમેદવાર એyવ ન થાય અથવા નિયત સમયમાં વેરિફિકેશન માટે ઉપસ્થિત ન રહે તો તેવા ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે તથા ઉમેદવારે ભરેલ ફી પરત મળવાપાત્ર રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
5. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો ઉમેદવાર દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને કોઇ પણ તબક્કે માલુમ પડશે તો તેવા ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી,રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે.
6. ઉમેદવારે પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતું હોઈ જો કોઈ ખોટી વિગત રજુ કરશે તો તેનું ફોર્મ રદ થવા પાત્ર બનશે તથા તેની સામે ફોજદારી ગુનો બનશે.
7. ભરતી પ્રક્રિયા વખતે સફળ ઉમેદવારોની વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.
8. અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
9. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રાજય સરકારે નકકી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક:સશપ/૧૨૨૦૧૫/ ૪૫૫૨૪૬/અ અને આ અંગે વખતોવખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.
10. શારિરીક અપંગતા( Physicaly Handicap) ના કિસ્સામાં રાજય સરકારે નકકી કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
11. ઉમેદવારે વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી તે ફોર્મમાં સહી કરીને જરૂરી આધારો જેવા કે, પરીક્ષા ફી ભર્યાની પે સ્લીપ નકલ, જાતિ પ્રમાણપત્ર , ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર અને શારિરીક અપંગતા (Physically Handicap) અંગેનું પ્રમાણપત્ર પૈકી ઉમેદવારને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. જ્યારે કોઈ જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે ઉમેદવારે તે રજુ કરવાના રહેશે.
12. જે ઉમેદવારે નિયત પરીક્ષા ફી ભરેલ હશે તે જ ઉમેદવાર પોતાની કપ્યુટરાઈઝ હોલટિકિટ આ જ વેબસાઈટ પરથી જાહેરનામામાં દર્શાવેલ સમયગાળા દરમિયાન પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
13. આ કસોટીમાં પાસ થવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કુલ ગુણના ૫૦% ગુણ એટલે કે કુલ ગુણ ૨૦૦ માંથી બંન્ને વિભાગના મળીને ૧૦૦ ગુણ મેળવવાના રહેશે.
14. આ કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે.
15. આ કસોટીના પ્રમાણપત્રની અવધિ પરીણામની તારીખથી પાંચ વર્ષ સુધીની રહેશે.
16. પરંતુ એક વાર આ કસોટી આપી દીધા પછી કોઇપણ ઉમેદવાર પોતાના ગુણાત્મક સુધારા અને સારા મેરીટ માટે એક કરતા વધુ વખત પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર ભરતી વખતે જે કસોટીનું પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાને લેવામાં આવશે.
17. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે ઉમેદવારોને લાલચ કે છેતરપીંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઈપણ જાતની લાગવગ લાવનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
18. ઉકત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂર જણાય તો કચેરીના ચાલુ કામકાજના દિવસે કચેરી સમય
દરમિયાન બોર્ડની કચેરીના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 7963 ઉપર સંપર્ક કરી શકાશે.
19, આ કસોટી રજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં
આચાર્ય તરીકેની ઉમેદવારી કરવા માટે જરૂરી લાયકાત મેળવવા માટેની છે, આ કસોટી પાસ કરવાથી
આચાર્યતરીકેની પસંદગીનો હક પ્રસ્થાપિત થતો નથી.

આ ઓનલાઈન અરજી કરવાની રીત :

  • આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૧૯/૦૭/૨૦૨૧ થી તા:૩૧/૦૭/૨૦૨૧ દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
  • અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.
  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું.
  • “Apply Online” પર click કરવું.
  • Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલ(*) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
  • Educational Details અને Experience Details ઉપર click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
  • હવે Save પર click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર ક્લિક કરો. અહી તમારો Application Number ટાઈપ કરો. અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર click કરો. અહી Photo અને Signature અપલોડ કરવાના છે.
  • હવે પેજના ઉપરના ભાગમા Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ Ok પર click કરવાથી બે (2) બટન 1:Application Preview 2.Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.
  • અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહી. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવુ. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.
  • Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.
  • આ પરીક્ષાની ફી માત્ર ઓનલાઇન પેમેન્ટ મોડ થી ભરવાની રહેશે.
  • ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.
  • ઓનલાઇન ભરાયેલ આવેદનપત્રમાં રજૂ થયેલ લાયકાત/અનુભવ સહિતની વિગતોના વેરિફિકેશન માટે ઉમેદવારે ઉપરોક્ત વિગતે સબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ખાસ નોંધ: આ અંગે વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો તેમજ તમામ સુચનાઓ માટે SEB ની વેબસાઇટ સતત જોતા રહેવા જણાવવામાં આવે છે.
Share: