GSSSB Assistant Tribal Development Officer (ATDO) Call letter 2021

GSSSB દ્વારા “મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી” વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા ના કોલલેટર ડાઉનલોડ કરવા અંગે નોટિફિકેશન.

પરીક્ષા વિગત:

  • જાહેરાત ક્રમાંક: ૧૮૧/ર૦૧૯૨૦
  • સંવર્ગનું નામ: “મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી”
  • પરીક્ષાની તારીખ: ૧૭/૦૭/૨૦૨૧
  • સમય: ૧૧:૦૦ થી ૧૩:૦૦
  • કોલલેટર નોટિફિકેશન: Click Here

જાહેરાત ક્રમાંક :૧૮૧/૨૦૧૯૨૦ “મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી] વર્ગ-૩ સંવર્ગના કોલલેટર, ડાઉનલોડ ઉમેદવારોએ તા.૦૭-૦૭-૨૦૧૧ના રોજ બપોરના ૧૪-૦૦ કલાક થી તા.૧૭-૦૭-૨૦૨૧ના રોજ સવારના ૧૧-૦૦ કલાક દરમ્યાન પોતાનો પ્રવેશપત્ર- હાજરીપત્રક (કોલ લેટર) તથા ઉમેદવારો માટેની સુચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી મેળવી લેવાના રહેશે. ઉમેદવારો માટેની સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ ઉપરથી પણ મેળવી શકાશે.

પ્રવેશપત્ર- હાજરીપત્રક (કોલ લેટર) ડાઉનલોડ કરવા માટે:

  • સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબ સાઇટ પર જવું.
  • હવે “Call Letter” પર click કરવું. ત્યારબાદ Select job પર Click કરી જાહેરાત નંબર ૧૮૧/૨૦૧૯૨૦ Select કરીને “confirmation Number” તથા “Birth date” ટાઇપ કરીને ok પર click કરવાથી અલગ window માં આપના call Letter (પ્રવેશપત્ર – હાજરીપત્રક)ની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. જયારે ઉમેદવારો માટેની સૂચનાઓની પ્રીન્ટ ડાઉનલોડ કરવી ફરજીયાત છે.

નોંધ :-

(૧) ojas વેબસાઇટ પરથી Call Leter (પ્રવેશપત્ર - હાજરીપત્રક)ની પ્રિન્ટ કરતાં પહેલાં કોમ્યુટર સાથે જોડેલ પ્રિન્ટરમાં A4 સાઇઝનું setup ગોઠવવું જરૂરી છે.

(૨) ઉમેદવારે જે તે સમયે ઓન લાઇન અરજી confirm કર્યા બાદ મળેલ confirmation Number અને અરજીમાં દર્શાવેલ Birth Date જ પ્રવેશપત્ર મેળવવા માટે વેબસાઇટમાં ટાઇપ કરવાની રહેશે. તો જ પ્રવેશપત્ર-હાજરીપત્રક ડાઉનલોડ થશે. જેની જવાબદારી ઉમેદવારની છે.

:: ઉમેદવાર માટેની સૂચનાઓ :

(આ તમામ સૂચનાઓ અવશ્ય વાંચી અમલ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.)
(૧) આ પરીક્ષામાં આપનો પ્રવેશ મંડળની જાહેર ખબર અને તેને સંબધીત સૂચનાઓને આધારે આપે ઓન-લાઈન ભરેલી અરજીપત્રકમાંની વિગતો અને તે હેઠળના સોંગદનામાના ખરાપણાને આધિન રહીને આપવામાં આવે છે. જો આપે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, જેન્ડર, કે અન્ય કોઇપણ માહિતી ભવિષ્યમાં કોઇપણ તબક્કે ખોટી/ ક્ષતિયુકત હોવાનું મંડળને જણાશે તો આપની ઉમેદવારી પસંદગી નિમણૂક મંડળ દ્વારા નિયમોનુસાર "રીજનરેટ" , "રદ" થવા પાત્ર ઠરશે.

(૨) જો આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત પરિપૂર્ણ કરતાં ન હોય તો આ સુચના અન્વયે આપને આ પરીક્ષામાં નહીં બેસવા માટે સલાહ આપવામાં આવે છે.

(3) પરીક્ષાખંડમાં ઉપસ્થિત થવા માટે આપે ડાઉનલોડ કરેલ કોલલેટર-કમ-હાજરીપત્રક ઉપર પોતાનો ફોટો ચોંટાડી પરીક્ષાખંડમાં અચૂક સાથે લાવવાનો રહેશે. અન્યથા, આ પરીક્ષામાં આપને બેસવા દેવામાં આવશે નહી. ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલો હોય તદ્દન તેવો જ ફોટો હાજરીપત્રકમાં ચોંટાડવો ફરજીયાત છે.

(૪) દ્રષ્ટિની ખામીવાળા અને હાથની વિકલાંગતાના કારણે હાથથી લખવા સક્ષમ ન હોય તેવા PH ઉમેદવારો કે જેઓને લહીયાની સુવિધા જરૂરી હોય તેવા ઉમેદવારોએ જે તે પરીક્ષા કેન્દ્રના સંચાલકશ્રીનો અગાઉથી જરૂરી આધાર પુરાવા (સીવીલ સર્જનના સર્ટિફિકેટ) સાથે રૂબરૂ સંપર્ક કરીને પરીક્ષા શરૂ થતાં પહેલાં લહીયો સાથે રાખવાની મંજુરી મેળવી લેવાની રહેશે. મંજુરી વગર લહિયાની સુવિધા આપી શકાશે નહીં.

(૫) પરીક્ષાખંડમાં આપે આપની ઓળખ માટે- ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, કે
સ્કૂલ/કોલેજનું ફોટાવાળુ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. જે નિરીક્ષક માંગે ત્યારે બતાવવાનું રહેશે

(૬) આ પરીક્ષા MCQ - OMR (મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન-ઓપ્ટીકલ માર્ક રીડર) પધ્ધતિની રહેશે. ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક તથા પ્રશ્નના જવાબ સના માં બ્લ/ બ્લેક બોલપોઇન્ટ પેરી સંપૂર્ણ ઘુંટીને દર્શાવવાનો
રહેશે. જવાબ સામેના આપેલ વર્તુળ જો અધૂરું ઘૂંટવામાં આવશે તો તે જવાબ માન્ય ગણવામાં આવશે નહીં.

(૭) OMR પધ્ધતિથી ઉત્તરપત્રમાં જવાબો લખતા પહેલા તે અંગેની સૂચનાઓ અચૂકપણે વાંચવી, પછી જ જવાબો લખવા. OMR ઉત્તરપત્રમાં સ્વહસ્તે બેઠક ક્રમાંક, પ્રશ્નપુસ્તિકા નંબર આંકડામાં તથા પ્રશ્નપુસ્તિકા કોડ અંગ્રેજી અક્ષરમાં અને OMR પધ્ધતિમાં સૂચવ્યા મુજબ અચૂક દર્શાવાનો રહેશે. આ સિવાય અન્ય કોઇ લખાણ કે ઓળખ ચિહન કરવા નહિ. અન્યથા ક્ષતિયુક્ત OMR ઉત્તરપત્ર રદ ગણીને કોમ્યુટર ચકાશશે નહી જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.

(૮) નિર્ધારીત પરીક્ષા સમય કરતા ૧-૦૦ કલાક અગાઉ આપે આપની બેઠક પર અચૂક હાજર થવાનું રહેશે.

(૯) OMR પધ્ધતિથી ઉત્તરપત્રોના મૂલ્યાંકન માટે આપના સાચા-ખોટા જવાબ, એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ, છેકછાક, અધૂરું ઘંટેલ વર્તુળ તથા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે. ખોટા, છેકછાકવાળા, અધૂરું ઘેટેલ વર્તુળ, એકથી વધુ વિકલ્પો દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબના ગુણનું મૂલ્યાંકન પ્રશ્નપુસ્તિકામાં આપવામાં આવેલ સૂચનાઓ મુજબ (માઇનસ પધ્ધતિથી) કરવામાં આવશે. પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, છેકછાક, અધૂરું ઘૂંટેલ વર્તુળ, કે એક કરતાં વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબ દીઠ ૦.ર૫ માઇનસ ગુણ કાપવામાં આવશે.

(૧૦) પરીક્ષામાં મોબાઇલ સાથે લાવવા પર પ્રતિબંધ છે. તેમજ સાથે બિન-અધિકૃત પુસ્તકો કાગળો, સાહિત્ય તથા પેજર, કેક્યુલેટર વગેરે જેવા કોઈપણ વિજાણુ સાધનો રાખવા પર પૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં જો આવી વસ્તુઓ આપની પાસેથી મળી આવશે તો આપ આપોઆપ ગેરલાયક ઠરશો તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે. આ સૂચનાનો ભંગ કરનાર ઉમેદવાર શિસ્તભંગના પગલાંને પાત્ર ઠરશે.

(૧૧) ઉમેદવારો પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષાખંડ છોડી શકશે નહીં. કોઈ ખાસ સંજોગોમાં સ્થળ પર હાજર મંડળના પ્રતિનિધિની મંજુરી સિવાય આ ટુંકા સમયમાં ઉમેદવારને વર્ગખંડની બહાર જવા દેવામાં આવશે નહી.

(૧૨) OMR Sheet માં ઉમેદવારની સહી ફરજીયાત છે. ઉમેદવારે ઉત્તરપત્રમાં નિયત જગ્યાએ પોતાની સહી તેમજ ખંડ નિરીક્ષકની સહી કરેલ/કરાવેલ નહીં હોય તો તેવા ઉમેદવારનું ઉત્તરપત્ર (OMR Sheet) મંડળ દ્વારા રદ કરવામાં આવશે. તેથી OMR Sheet ખંડ નિરીક્ષકને સુપ્રત કરતાં પહેલાં ઉકત વિગતો અવશ્ય ચકાસી લેવી.

(૧૩) ઉમેદવારે પરીક્ષાની શરૂઆતમાં હાજરીપત્રકનું અડધિયુ તેમજ પરીક્ષા પૂર્ણ થયેથી ઉત્તરપત્ર (OMR Sheet), પરીક્ષા ખંડના નિરીક્ષકશ્રીને પરત સોપ્યા બાદ જ પરીક્ષાખંડ છોડવાનો રહેશે. તેમ ન કરનાર ઉમેદવારને પરીક્ષામાં ગેરલાયક ઠરાવવામાં આવશે અને તેવા ઉમેદવાર સામે કાયદેસરની કાર્યવાહી મંડળ દ્વારા કરવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવાર પ્રવેશપત્રનો ઉપરનો અડધો ભાગ તેમજ પશ્નપત્ર પોતાની પાસે રાખી શકશે.

(૧૪) પ્રશ્નપત્રમાં કેટલાક પ્રશ્નો અંગ્રેજીમાં અને કેટલાક પ્રશ્નો ગુજરાતીમાં રહેશે.

(૧૫) પ્રશ્નપત્રમાં કુલ-૧૫૦ પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્ન- ૧ ગુણનો રહેશે. દરેક પ્રશ્નના જવાબના આપવામાં આવેલ કુલ-૪ વિકલ્પો પૈકી આપે સાચો વિકલ્પ પસંદ કરીને તેના પર ઉપર વર્ણવ્યા મુજબ ઘૂંટીને દર્શાવવાનો રહેશે. જો આપ કોઇ પ્રશ્ન ના સાચા જવાબનો વિકલ્પ પસંદ કરી ન શકવાના કારણે તે પ્રશ્નનો જવાબ આપવા માંગતા ન હોય તો આપે પાંચમા વિકલ્પ (E) પર ઘૂંટીને દર્શાવવાનો રહેશે. ઉમેદવારે(E) વિકલ્પ દર્શાવેલ હશે તો માઇનસ ગુણ કપાશે નહિં અન્યથા આવા પ્રશ્નના ખાલી છોડેલ પશ્ન તરીકે ૦.૨૫ માઇનસ ગુણ કપાશે.

(૧૬) આ પરીક્ષાના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર-કી પરીક્ષાની તારીખ બાદ મંડળની વેબ સાઇટ
https://gsssb.gujarat.gov.in પર મુકવામાં આવશે. જે આપે જોઇ લેવાની રહેશે.

(૧૭) આ પરીક્ષામાં મંડળ દ્વારા ઠરાવાયેલ લાયકી ગુણ લઘુત્તમ લાયકી ગુણ ૪૦ ટકા પ્રમાણે તમામ કેટેગરીના
ઉમેદવારો માટે રહેશે. અને કેટેગરીવાઈઝ મેરીટના ધોરણે ભાગ-૨ ની કોમ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષા માટે
નિયમોનુસાર ઉત્તિર્ણ- લાયક ગણવાના રહેશે.

(૧૮) સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વચગાળાના તબકકે ગુણ, પરિણામ કે રીચેકીંગની અરજી કે લેખિત પરીક્ષા સંબંધિત અન્ય કોઇપણ બાબતને ખાનગી પ્રકારની ગણવાની હોવાથી તેવી માહિતી મેળવવા માટેની કોઇ પણ અરજી/રજૂઆત વિચારણામાં લેવામાં આવશે નહીં.

(૧૯) કોલ લેટરમાંની આ સૂચનાઓ ઉપરાંત મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પરની વખત
વખતની સૂચનાઓ પણ અચૂકપણે વાંચવી.

(૨૦) ઉમેદવારે રફકામ પ્રશ્નપુસ્તિકામાં કરવાનું હોવાથી અલગ રફશીટ આપવામાં આવશે નહીં. તેમ જ ઉમેદવાર પોતે પણ રફકામ માટે અલગથી કાગળ લાવી શકશે નહીં.

(૨૧) ઉમેદવાર નકલ કરતા ગેરરીતી / ગેરશિસ્ત આચરતા જણાશે તો, ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉપરાંત,
ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પ્રતિબંધ મુકવા ઉપરાંત ફોજદારી પગલાં સહીતની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.

(૨૨)ઉમેદવારે પરીક્ષા ખંડમાં તેમને આપવામાં આવતી સુચનાઓનો અચૂકપણે પાલન કરવાનું રહેશે.દરેક પરીક્ષાર્થીઓએ મોં પર માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે તેમજ સોશીયલ ડીસ્ટસ્ટીંગ જાળવવાનું રહેશે.

(૨૩)પરીક્ષામાં ભાગ લેનાર તમામ પરીક્ષાર્થીઓ તેમજ કર્મચારી અધિકારીશ્રીઓનું ટેમ્પરેચર, ટેમ્પરેચર ગન દ્વારા
માપવાનું ફરજીયાત રહેશે.

(૨૪)તમામ પરીક્ષાર્થીઓ તેમજ મંડળના કર્મચારી અધિકારીશ્રીઓને હાથ ઉપર સેનેટાઇઝ સ્ટે લગાડીને પ્રવેશ આપવામાં આવશે

(૨૫)તમામ પરીક્ષાર્થીઓ પીવાના પાણીની બોટલ જાતે જ સાથે લાવવી હિતાવહ છે.તેમ છતાં મંડળ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ડીસપોઝેબલ ગ્લાસ દ્વારા કરવામાં

(ર૬)પરીક્ષા સ્થળ તેમજ કેમ્પસમાં પરીક્ષાર્થી સીવાય તેઓના સગા સંબંધીઓને પ્રવેશવામાં આવશે નહિ.

(૨૭)કોવીડ-૧૯ અંતર્ગત કેન્દ્રારાજય સરકારશ્રી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
Share: