સમગ્ર શિક્ષા અંતર્ગત સીઆરસી, બીઆરસી, યુઆરસી કો.ઓર્ડીનેટરની ભરતી ૨૦૨૨
બી.આર.સી, યુ.આર.સી અને સી.આર.સી કો-ઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી (હાલ ખાલી રહેલ અને ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યા માટે પ્રતિક્ષાયાદી બનાવવા) જગ્યા માટે જે તે તાલુકાના જિલ્લા પંચાયત/નગર પાલિકા, મ્યુ. કોર્પોરેશનની શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિધાસહાયક/શિક્ષક પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
CRC Result 2022:
ઓફિસીયલ વેબસાઈટ: https://www.ssagujarat.org
બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતની ઉમેદવારી માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. જે તે જિલ્લા શિક્ષણ સમિતિ/સંબંધિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, મ્યુ. કોર્પોરેશન હસ્તકની જે તે તાલુકાની પ્રાથમિક શાળામાં, અરજીની તારીખે બી.આર.સી./યુ.આર.સી. કો-ઓર્ડિનેટર માટે ૫ વર્ષ અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર માટે ૩ વર્ષનો અનુભવ ધરાવતા સરકારી પ્રાથમિક અથવા ઉચ્ચ પ્રાથમિક(ગણિત-વિજ્ઞાન સિવાય) વિધાસહાયક/શિયા કે (H TAT પાસે અને મુખ્ય શિક્ષક તરીકે નિમણુંક મેળવીને ફરજ બજાવતા હોય તે સિવાય)અરજી કરી શકશે. આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઈન (ONLINE) અરજીઓ જ સ્વીકારવામાં આવશે. આ પ્રતિનિયુકિત મહત્તમ ૩(ત્રણ) વર્ષ માટે રહેશે. જેમાં પ્રથમ વર્ષ પ્રોબેશને રહેશે. સારી કામગીરી કરનારને વધુ ૨ વર્ષ પ્રતિનિયુકિત લંબાવી શકાશે. એટલે કે મહતમ ૫ વર્ષ સુધી પ્રતિનિયુકિત રહેશે.
ઉમેદવારોએ ઓનલાઈન(ONLINE) અરજી, http://www.ssagujarat.org વેબસાઈટ પર જઈ Recruitment પર કલીક કરી, કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના/માર્ગદર્શિકા વેબસાઈટ પર મૂકેલ છે, જેને વાંચીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ, પોતાની પાસે રાખવાની રહેશે. ઈન્ટરવ્યુ સમયે આ પ્રિન્ટ આઉટ, તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
IMPORTANT LINKS:
ઓફિસીયલ વેબસાઈટ: https://www.ssagujarat.org
ઓનલાઈન(ONLINE) અરજી કરવાનો સમયગાળો:
૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૨(બપોરે ૧૫.૫૯ કલાકથી શરૂ) થી 0૮ માર્ચ, ૨૦૨૨(રાત્રે ૨૩.૫૯ કલાક સુધી)
મહત્વપૂર્ણ: કૃપા કરીને હંમેશા ઉપરોક્ત વિગતો ઓફીશિયલ વેબસાઇટ અને જાહેરાત / નોટિફીકેશન સાથે તપાસો અને પુષ્ટિ કરો. અમે ઉપર ઓફીશિયલ વેબસાઇટ / જાહેરાત / નોટિફીકેશન ની વિગતો પ્રદાન કરી છે.