RTE Gujarat Admission 2022-23

RTE ધોરણ-૧ પ્રવેશ જાહેરાત વર્ષ ૨૦૨૨-૨૩

RTE  ફ્રી પ્રવેશ ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે  RTE ના ફોર્મ ભરવાની જાહેરાત આવી છે. એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે.

RTE અંતર્ગત ધોરણ ૧ માં એડમિશન માટે ફોર્મ ભરવા કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે,  RTE પ્રવેશ નો સંપૂર્ણ કાર્યક્રમ જાણવા માટેની તમામ માહિતી,  RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને અન્ય અપડેટ માટે ઓફિસિયલ વેબસાઈટ https://rte.orpgujarat.com/ છે. આ ઓફિસિયલ વેબસાઈટ પરથી તમને પ્રવેશ પ્રક્રિયાની તમામ માહિતી મળી રહેશે.


RTE પ્રવેશ જાહેરાત વર્ષ ૨૦૨૨-૨૩

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે. આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. બાળકોને ખાનગી શાળા માં ફ્રી શિક્ષણ મળી રહે તે  માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ RTE એડમિશન માટેનું ફોર્મ https://rte.orpgujarat.com/ વેબસાઈટ પરથી ભરવું.


RTE પ્રવેશ જાહેરાત માટે કેટલાક જરૂરી ડોક્યુમન્ટસ તૈયાર રાખવા :


૧. વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.

૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)

૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર

૪. વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો

૫. વાલીનો આવકનો દાખલો

૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ

૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,

૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક


Gujarat RTE Admission 2022-23

જે બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણવું હોય પણ થી ભરી શકતા નથી. એટલે કે ગરીબ બાળકોની વાત છે આવક મર્યાદા ઓછી હોવાથી માતા પિતાની આવક ઓછી હોવાના કારણે તેવા બાળકો સરકારી શાળામાં જવું પડતું હોય છે. તેવા બાળકો માટે સરકારશ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા સરસ મજાની યોજના બહાર પાડવામાં આવેલી છે. અને આ અંતર્ગત બાળકોને મફત શિક્ષણ પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મળે તેના માટે ઓનલાઈન ફોર્મ ભરી અને તેની સ્કૂલ ફાળવવામાં આવતી હોય છે. જે બાળકોને તેમનો નંબર આવતો હોય તે તમામ બાળકોને ધોરણ-8 સુધી મફત શિક્ષણ મળતું હોય છે. પ્રાઇવેટ શાળામાં જે બાળકોને ભણાવી શકતા નથી તેવા તમામે તમામ વાલીઓ માટે આશીર્વાદરૂપ યોજના છે.

આ યોજનાના કારણે સરકારી શાળામાં ભણતા બાળકો ગજબની પ્રાઇવેટ શાળામાં ભણ્યો હોય અથવા તો તેમની પાસે એવી આર્થિક સગવડ નથી નાણાંકીય બળ નથી અને તે સગવડો ભોગવી છે તો તમામે તમામ સગવડ ભોગવવા માટે આ સરસ યોજના હોવાના કારણે તમામ માટે ખરેખર ઉપયોગી છે. જે જે બાળકો તમારી આસપાસ હોય અને પ્રાઇવેટ શાળામાં ભણવા માંગતા હોય પણ તેની અગવડ પડતી હોય એટલે તેને કોઈ મદદ કરનાર ના હોય અથવા તો તેમની પાસે કોઇ નાણાકીય સગવડ નથી અને છતાં પણ પ્રાઇવેટ શાળા માં ભણવું હોય તો RTE પ્રવેશ અંતર્ગત તેનો પ્રવેશ મેળવી શકે છે. અને પ્રાઇવેટ શાળામાં એડમિશન લઈ શકીએ છીએ પણ શરત એટલી છે કે સરકાર શ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન ફોર્મ ની ચકાસણી થઇ તેનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ તમામ પ્રોસેસ કર્યા પછી જોઈને શાળાઓમાં તો તેમને મળતી હોય છે બાકી મળતી નથી હોતી. 

જે બાળકો ખાનગી શાળામાં ભણાવી શકતા નથી એ તમામે તમામ અથવા તો કારીગર તથા તો ઓછી આવકવાળા તમામે તમામ ભાઈઓ માટે તેમના બાળકોને ખાનગી શાળામાં ભણાવવા માટે આ એક ઉત્તમ ઉપાય છે. અને ધોરણ-8 સુધી મફત ભણી શકશે એ ખાસ ઉપયોગી માહિતી છે. ખાનગી શાળામાં બાળકોને અભ્યાસ કરવા માટે ઉપયોગી માહિતી તમામ લોકો સુધી પહોંચાડવા વિનંતી છે.

RTE પ્રવેશ જાહેરાત વર્ષ 2022-23 માટેની તમામ પ્રકારની માહિતી https://rte.orpgujarat.com/ આ ઓફિસિયલ વેબસાઈટ પર મૂકેલ છે. તો તે વેબસાઈટ પર મૂકવામાં આવેલી તમામ માહિતીનો અભ્યાસ કરી પ્રવેશ મેળવવા માટેનું ફોર્મ ભરવું.
Share: