કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2022 | ધોરણ 10 પછી શું ? | ધોરણ 12 પછી શું ?

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2022 | ધોરણ 10 પછી શું ? | ધોરણ 12 પછી શું ? | કારકિર્દી ની ઉજ્જવળ તકો | શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી


સમાજને સંપૂર્ણપણે સુખમય અને સમૃદ્ધ બનાવવા માટે શિક્ષણ એક અતિ મહત્ત્વનું પરિબળ છે . યોગ્ય શિક્ષણ અને જ્ઞાનસંચય થકી રચાયેલ સુંદર ભાવિ વ્યક્તિની સાથે રાજ્ય તથા રાષ્ટ્રની પ્રગતિમાં નિખાર લાવે છે . અભ્યાસકાળ દરમિયાન જે તે વિષયમાં વિકસેલી રૂચિને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીની રચાયેલી પસંદગી , સફળતાની એક પગથી બની રહે છે . કારકિર્દીની પસંદગી અંગે યોગ્ય દિશાસૂચન પણ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે . ગુજરાત સરકાર પણ ભાવિ પેઢીને શિક્ષણથી સુસજ્જ કરવા અવિરત પ્રયાસો કરી શ્રેષ્ઠ ભૂમિકા ભજવી રહી છે . આજનો યુવાન માત્ર શાળા , કૉલેજ જ નહીં , પરંતુ રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે એવી કારકિર્દીને પસંદ કરી આગળ વધે તે આવશ્યક છે . આવા સમયે રાજ્યના માહિતી ખાતા દ્વારા ‘ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૨૧'નું પ્રકાશન આવકાર્ય છે . પ્રકાશિત થનાર વિશેષાંક સર્વ વિદ્યાર્થીઓને યોગ્ય અને ઉત્તમ કારકિર્દી પસંદ કરવામાં અતિ ઉપયોગી બની રહે તેવી હાર્દિક શુભેચ્છા સાથે વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મંગલકામના કરું છું .

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2022:


વર્તમાન ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે સાથે યોગ્ય માર્ગદર્શન મેળવવું એ ખૂબ અગત્યનું છે . વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે , કારકિર્દીની પસંદગીનો નિર્ણય ક્યારેય સાથીદારો અથવા સંબંધીઓ દ્વારા પ્રભાવિત થઈ ન લેવો જોઈએ . કારકિર્દી ઘડતર માટે વિદ્યાર્થીઓ પાસે ટેકનોલોજીના સમયમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે . ગુણવત્તાસભર શિક્ષણ , જાગરૂકતા , તકનિકી અને વૈવિધ્યસભર ઉદ્યોગની આવશ્યકતાઓની ઉપલબ્ધતા સાથે વ્યક્તિ હવે તેની વ્યક્તિગત રસ અને રૂચિઓના આધારે ચોક્કસ કારકિર્દી પસંદ કરી શકે છે . વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધોરણે કારકિર્દી ઘડતર માટે શ્રેષ્ઠ માર્ગદર્શન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી મળતું થયું છે . વિદ્યાર્થીઓ પોતાની રૂચિના આધારે કારકિર્દીનો માર્ગ નક્કી કરતા થયા છે . પોતાની ક્ષમતા , કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી જીવનમાં આગળ વધી સફળતા મેળવતા થયા છે . માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવતો ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક -૨૦૨૧ ' વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે નવી રાહ ચીંધનારું ઉપયોગી પુસ્તક છે . ધોરણ ૧૦ અને ૧૨ તેમજ સ્નાતક બાદ કારકિર્દી ઘડતર માટે થતી વિદ્યાર્થીઓની મૂઝવણને દૂર કરનારું આ પુસ્તક તેના ઉપયોગના કારણે જાગૃત વિદ્યાર્થીવર્ગમાં જાણીતું છે . વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કારકિર્દીના ઘણા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરવા માટેની તક આ પુસ્તક પૂરી પાડે છે . આપણી ભવિષ્યની પેઢીને દિશાદર્શન કરનારા આ પુસ્તકની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું .

ધોરણ 10 પછી શું ?

“ આજનો યુવા આવતીકાલનું ભવિષ્ય છે . આ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યુવા મહત્ત્વનું યોગદાન આપી શકે છે ” ટેકનોલોજીકલ યુગમાં પ્રગતિના પંથે આગળ વધતા યુવાનોમાં શિક્ષણનું મહત્ત્વ વધી રહ્યું છે . પ્રત્યેક વ્યક્તિના વિકાસમાં અત્યંત અગત્યનું પરિબળ એટલે “ શિક્ષણ ' . વિશ્વમાં કોઈ પણ નિર્ધારિત લક્ષ્યને પામવું અશક્ય નથી , આવી હકારાત્મક વિચારધારા અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આજના યુવાનોએ આગળ વધવું જોઈએ . યુવાનો ઊર્જાના સ્ત્રોત સમાં હોય છે . તેમનામાં બોલેલું અને ધારેલું કરવાની શક્તિ હોય છે . આ શક્તિને યોગ્ય દિશાદર્શન અને માર્ગદર્શન માત્રની જ જરૂર હોય છે . વર્તમાન પરિસ્થિતિઓ અનુસાર ભારત સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે . યુવાનો યોગ્ય દિશામાં આગળ વધે તે માટે સરકાર દ્વારા પરિણામલક્ષી તમામ પગલાં લેવાઈ રહ્યા છે . ધોરણ ૧૦ , ૧૨ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના કારકિર્દીલક્ષી ડર અને મૂઝવણ તેમના ભવિષ્યના મહત્ત્વના નિર્ણયની આડે ના આવે તે માટે યોગ્ય કારકિર્દી ઘડતરના પ્રાપ્ત વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો જોઈએ . યુવા વર્ગને જો સાચી રાહ ચીંધવામાં આવે તો એ આપણા સમાજ અને રાષ્ટ્ર માટે વિકાસનો નવતર સેતુ બનવાની ક્ષમતા ધરાવે છે . જિંદગીમાં પ્રગતિના રસ્તા બહુ સીધા સરળ હોય છે પણ મનના વળાંકો જ નડતાં હોય છે . વિદ્યાર્થીઓની મૂઝવણ દૂર થાય અને સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષ કારકિર્દી વિશેષાંકનું પ્રકાશન કરવામાં આવે છે . ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૨૧'ના પ્રકાશનને આવકારું છું . આ પુસ્તિકા વિદ્યાર્થીઓ , શિક્ષકો , વાલીઓ અને કારકિર્દીલક્ષી સંસ્થા માટે કારકિર્દી ઘડતર ક્ષેત્રે ખૂબ ઉપયોગી બની શકે તેવી મારી શુભેચ્છા પાઠવું છું .

ધોરણ 12 પછી શું ? 

જીવન અને શિક્ષણ વચ્ચે સીધો જ સુમેળભર્યો સેતુ છે . સફળ જીવન માટે ધ્યેય સુનિશ્ચિત કરી તેને મેળવવાની યોગ્ય દિશા શોધવી ખૂબ મહત્ત્વની બાબતોમાંથી એક સાબિત થતી હોય છે . શિખરની ટોચ સુધી લઈ જનારા દુર્ગમ માર્ગ પર મક્કમ પગલે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું હોય છે . વિદ્યાર્થીકાળમાં યુવાનોમાં રહેલી ઊર્જાને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહે તો જ્ઞાન , કૌશલ્ય અને સંનિષ્ઠ પ્રયાસોના ચમત્કારિક પરિણામો મેળવવા આપણું યુવાધન સક્ષમ છે . આપણી માતૃભાષામાં તો ‘ નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન ” જેવી ઉમદા કહેવત પણ છે જે ઓછા શબ્દોમાં લક્ષ્ય પ્રાપ્તિ વિશેની સચોટ સમજણ આપણા સુધી પહોંચાડે છે . હકારાત્મક અભિગમ માત્ર શિક્ષણ ક્ષેત્ર માટે જ નહીં , પરંતુ સફળ જીવન જીવવા માટેનો વિકાસપથ છે . સર્વોત્તમ પરિસ્થિતિનાં નિર્માણ તરફ ગુજરાત દેઢતાપૂર્વક આગળ વધી રહ્યું છે . દિશાહિનતા એક અભિશાપ છે . જ્યારે ઉચિત વાતાવરણ અને દિશાદર્શન એ આશીર્વાદ છે . સાહસી , કૌશલ્યવાન અને દૃઢનિશ્ચયી એવા રાજ્યના યુવક - યુવતીઓ સમાજને તેજસ્વી બનાવે છે . દરેક યુવક - યુવતી માટે કારકિર્દી ઘડતર એ જીવનનું એક મહત્ત્વપૂર્ણ અને અભિન્ન પાસું હોય છે . કારકિર્દી ઘડતરની બાબતમાં યુવક યુવતીઓએ ધ્યાનમાં રાખવું કે ક્ષેત્રની પસંદગી કરતાં પહેલા એમાંથી મળતા સંતોષને પ્રાથમિકતા આપવી . ભારતીય સંસ્કૃતિ ‘ યોગ કર્મસુ કૌશલમ્ની મહિમા કરતી કર્મ સંસ્કૃતિ છે . માહિતી વિભાગ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ‘ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૨૧'ને પારંપારિક રોજગારી પૂરી પાડતા ક્ષેત્રોની સાથે સાથે નવા અને અદ્યતન રોજગારી પૂરી પાડતા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે . સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થતી આ પુસ્તિકા વધુ ને વધુ વિદ્યાર્થીઓ તેમજ યુવાવર્ગ સુધી પહોંચે તેવી શુભેચ્છા પાઠવું છું . 

કારકિર્દી ની ઉજ્જવળ તકો

જીવનની સફરમાં સાચી દિશા મળે તો જ નિશ્ચિત મંજિલ સુધી પહોંચી શકાય છે . ધોરણ ૧૦ અને ૧૨ પણ જીવનનો ખૂબ મહત્ત્વનો વળાંક છે . આ સમયમાં કારકિર્દીની દિશા નક્કી કરવી અતિ આવશ્યક છે . ધોરણ ૧૦ અને ૧૨ પછી યોગ્ય માર્ગદર્શન મળે તો જીવનની દિશા અને દશા બદલાઈ જાય . એટલે જ તો કહેવાય છે ને , successful career means successful life . આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે મહેનત સાથે માર્ગદર્શન પણ જરૂરી છે . યુવાનોને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળે તેના માટે માહિતી ખાતા દ્વારા “ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ” પ્રસિદ્ધ કરવામાં આવે છે . જે વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન છે . ધોરણ ૧૦ અને ૧૨ પછી વિદ્યાર્થીએ પોતાની ક્ષમતા મુજબ કયો અભ્યાસક્રમ પસંદ કરવો તેનું માર્ગદર્શન આ અંક દ્વારા મળી રહે છે . વાલીઓને પોતાના સંતાનો માટે કારકિર્દીનો ક્યો વિકલ્પ પસંદ કરવો તેની મૂઝવણ સતાવતી હોય છે . બદલાતા સમયની સાથે અભ્યાસક્રમોમાં પણ વિવિધતા જોવા મળે છે . અભ્યાસક્રમોની ક્ષિતિજો વિસ્તરતી જાય છે . કારકિર્દી માટેના નવા નવા ક્ષેત્રો યુવાનો માટે ઉપલબ્ધ બનતા જાય છે . વિદ્યાર્થીઓએ પોતાની રસ રુચિ અનુસાર જીવનની કેડી કંડારવી જોઈએ અને તેમાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત “ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ઉપયોગી બની રહે છે . ધોરણ ૧૦ અને ૧૨ માં સફળ થયેલા વિદ્યાર્થીઓ માટે આ વિશેષાંક પથદર્શક પુરવાર થશે તેવી આશા રાખું છું . વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવું છું .

શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી

યુવાવસ્થા અને વિદ્યાર્થીકાળ શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરની પૂર્વ તૈયારી માટેનો સુવર્ણ સમય ગણી શકાય . વિદ્યાર્થીઓ પોતાની આસપાસ જોવા મળતી સેવાઓ , ટેકનોલોજી , કલા - કૌશલ્યોને કારકિર્દીની દૃષ્ટિથી જોતા હોય છે . આ અનુભવોમાંથી પસાર થતા વિવિધ આર્થિક ઉપાર્જનના ક્ષેત્રોના સંદર્ભે અનેક પ્રશ્નોનો સામનો કરતા હોય છે . આવા સમયે માર્ગદર્શન અંધારી ગુફામાં દેખાતા પ્રકાશના કિરણ જેવું હોય છે જે જટિલ પરિસ્થિતિને સરળ અને હકારાત્મક બનાવી શકે છે . વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ટેકનોલોજી આધારિત અનેક નવીન ક્ષેત્રો યુવાનોને પ્રાપ્ત થયા છે . આ ઉપરાંત પારંપરિક કૃષિ - પશુપાલન જેવા ક્ષેત્રોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ જીવનને વધુ સુવિધામાં બનાવી રહ્યો છે . સ્પર્ધાત્મક પરીક્ષાઓ વડે સરકાર સાથે જોડાઈ જનતાના સેવાકાર્યોમાં જોડાવવાનો માર્ગ પણ ઉત્સાહી , સેવાભાવી યુવાનો માટે શ્રેયકર માર્ગ છે . ગુજરાત સરકાર તરફથી યુવાનોને આત્મનિર્ભર થવામાં માહિતીથી માર્ગદર્શન અને માર્ગદર્શનથી સ્વપ્નને સાકાર કરવા સુધી તમામ સ્તર પર વિવિધ સહાય પૂરી પાડવામાં આવે છે . માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ કારકિર્દીની અનેક દિશાઓ દર્શાવતું , પથદર્શક અને લોકપ્રિય “ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક -૨૦૨૧ ' જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓ સુધી પહોંચી રહ્યું છે તે પ્રશંસનીય છે . વિશેષાંકના પ્રકાશનને સહર્ષ આવકાર સાથે વિદ્યાર્થીઓ , વાલીવર્ગ , શૈક્ષણિક સંસ્થાઓ તમામને માટે આ પ્રકાશન મદદરૂપ થશે તેવી શ્રદ્ધા ધરાવું છું .

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2022 | ધોરણ 10 પછી શું ? | ધોરણ 12 પછી શું ? | કારકિર્દી ની ઉજ્જવળ તકો | શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી.
Share: