Search This Website

Wednesday 23 August 2023

SSA GyanSahayak (Secondary) Recruitment 2023

જ્ઞાન સહાયક (માધ્યમિક) ભરતી 2023

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)'' માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)''ની જગ્યાના કરાર બાબત.

GYANSAHAYAK MERIT LIST:

વધુ માહિતી માટે http://gyansahayak.ssgujarat.org


GYANSAHAYAK BHARTI DETAILS:

જગ્યાનું નામ: જ્ઞાન સહાયક (માધ્યમિક)
માસિક ફિકસ મહેનતાણું: રૂા.૨૪,૦૦૦|-
વય મર્યાદા: ૪૦ વર્ષ 

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)'' માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘‘જ્ઞાન સહાયક (માધ્યમિક)''ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર ક૨વા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉપ૨ોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

જ્ઞાન સહાયક ભરતી મહત્વની તારીખો:
  • ઓન-લાઈન અરજી કરવાની તારીખઃ ૨૬/૦૮/૨૦૨૩ (૧૪:૦૦ કલાક થી શરૂ) 
  • ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૦૪/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)